Sunday 2 March 2014

તમને ભરોસો છે?

શક્ય છે બદલાય આખ્ખે આખ્ખું આ જીવતર પછી,
મોકળું રાખીને મન ખુદને મળી તો જો જરી.
-રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

          પંખીને પોતાની પાંખ ઉપર ભરોસો હોય છે કે હું પાંખ ફેલાવીશ એટલે હવામાં તરવા લાગીશ. નાવિકને તેનાં હલેસાં ઉપર શ્રદ્ધા હોય છે કે એ મને સામે કાંઠે પહોંચાડશે. વિદ્યાર્થીને ગુરુ ઉપર વિશ્વાસ હોય છે કે એ મને જે શીખવશે એ સાચું જ હશે. નાના હોઈએ ત્યારે ક્લાસમાં આપણાં શિક્ષક સામે આપણે ક્યારેય શંકા કરતાં નથી કે, તમે જે દાખલો ગણો છો એ સાચો જ છે એની શું ખાતરી છે? સાચી વાત એ હોય છે કે આપણો તેના પર ભરોસો એ જ એમના સાચા હોવાની ખાતરી છે. 

          જિંદગીમાં બે વસ્તુ ખૂબ જ મહત્વની છે. એક તો તમે કોના ઉપર ભરોસો કરો છો અને બીજું એ કે કોઈએ તમારા પર મૂકેલા ભરોસાને તમે કેટલો સાર્થક કરો છો. જે માણસ તેના ઉપર કોઈએ મૂકેલા ભરોસાનો ગેરફાયદો ઉઠાવે છે અથવા તો કોઈનો ભરોસો તોડે છે તે બીજા કોઈ ઉપર ભરોસો મૂકી શકતો નથી. સૌથી મોટો શ્રદ્ધાળુ એ જ છે જે લોકો ઉપર વધુને વધુ ભરોસો મૂકી જાણે છે. 

          લાંબો વિચાર કરો તો સમજાશે કે આખું જગત મોટાભાગે ભરોસા ઉપર જ ચાલે છે. વોચમેન ઉપર આપણને ભરોસો હોય છે કે એ આપણાં ઘરનું રક્ષણ કરશે. બાળકને સ્કૂલે લઈ જતાં રિક્ષાવાળા પર આપણે ભરોસો મૂકીએ છીએ કે એ આપણાં બાળકને સ્કૂલે પહોંચાડશે. વિમાનમાં બેસીએ ત્યારે આપણે પાયલોટને ઓળખતાં હોતાં નથી છતાં આપણને એવી શ્રદ્ધા હોય છે કે પાયલોટ વિમાનને સરખી રીતે ચલાવશે. એ વાત પણ એટલી જ સાચી છે કે દરેક ભરોસો સિદ્ધ નથી થતો. 

          એવા સમયે આપણને બધા ઉપરથી શ્રદ્ધા ઊઠી જાય છે. પોતાની જ વ્યક્તિ જ્યારે ડીચ કરે ત્યારે માણસને એવું પણ થાય છે કે આપણી નજીકના વ્યક્તિએ આવું કર્યું તો પારકા ઉપર કેમ ભરોસો કરવો? એક વ્યક્તિ છેતરપીંડી કરે એટલે બાકીના નવ્વાણું ઉપર ચોકડી મૂકી દેવાની વાત કોઈ રીતે વાજબી નથી.
          એક માણસ સાધુ પાસે ગયો. તેના મિત્રએ તેની સાથે દગો કર્યો હતો. એ માણસે કહ્યું કે હવે પછી હું કોઈ સાથે દોસ્તી નહીં રાખું. સાધુએ આખી વાત શાંતિથી સાંભળી. સાધુએ પૂછ્યું કે, તમે તો નવ વાગે આવવાના હતા પણ દસ કેમ વાગી ગયા? આવવામાં મોડું કેમ થયું? પેલા માણસે કહ્યું કે અમે તમારી પાસે આવતા હતા ત્યારે અમારી કારમાં પંચર પડી ગયું. સાધુએ પૂછ્યું કે પછી તમે શું કર્યું? પેલા માણસે કહ્યું કે, ટાયર બદલાવીને અમે તમારી પાસે આવ્યો. સાધુ હસવા લાગ્યા. 
          તેમણે કહ્યું કે તમે જ્યારે ઘરેથી નીકળ્યા ત્યારે તમને તમારી કાર પર ભરોસો હતો કે એ તમને સહી સલામત મારી પાસે પહોંચાડશે. એવું ન થયું. કારમાં પંચર પડ્યું, તો તમે ટાયર બદલાવી નાખ્યું. તમને બીજા ટાયર ઉપર ભરોસો હતો પણ એક મિત્રએ દગો કર્યો એટલે બીજા મિત્ર ઉપર ભરોસો નહીં કરું એવું કહો છો!

          એક બાળકને એની મા વારંવાર કહેતી હતી કે, કામવાળા ઉપર બહુ ભરોસો નહીં કરવાનો. કામવાળા ઘરમાંથી કંઈને કંઈ ચોરી જાય. કામવાળા પર નજર રાખવાની. બાળક રોજ કામવાળા પર નજર રાખતું. કામવાળી સારી હતી. ઘરનું ખૂબ ધ્યાન રાખતી અને કંઈ આડાઅવળું ન કરતી. એક વખત બાળકે એની માને પૂછ્યું કે, આપણાં ઘરમાંથી કોઈ દિવસ કંઈ ચોરાયું છે? માએ ના પાડી. બાળકે પછી સહજતાથી પૂછ્યું તો પછી તું કોઈ ઉપર ભરોસો કેમ મૂકતી નથી? પહેલાં ભરોસો તો મૂકી જો! તું તો ભરોસો મૂક્યા વગર જ શંકા કરે છે!
          કોઈના પર ભરોસો મૂકીને આપણે તેની શ્રદ્ધા બેવડાવી દઈએ છીએ. મને તારા પર ભરોસો છે એવું કોઈને કહી જોજો પછી એ તમારી શ્રદ્ધાને સાર્થક કરવા માટે તેનું બધું જ દાવ પર લગાવી દેશે. કેટલાંક લોકોને તો પોતાના સંતાનો પર પણ શ્રદ્ધા નથી હોતી. રહેવા દે, તારાથી એ નહીં થાય, આવું કહીને ઘણાં લોકો પોતાના સંતાનોની ક્ષમતાને જ નીચી આંકી દે છે. આવું વારંવાર થાય તો બાળકના મનમાં એવી ગ્રંથિ ઘૂસી જાય છે કે મારાથી આ નહીં થાય. માણસ પોતે સફળ થઇ શકયો ન હોય તો એ બીજા પર પણ ભરોસો મૂકી શકતો નથી. 

          દરેક સંબંધ ભરોસા ઉપર જ નભે છે. આપણે અંગત વાત એવી વ્યક્તિને જ કરીએ છીએ જેના ઉપર આપણને ભરોસો હોય છે. ભરોસો ન હોવા જેવી વેદના બીજી કોઈ નથી. તમે ભરોસો ન મૂકી શકો તો પ્રેમ પણ ન કરી શકો. જે કોઈના ઉપર ભરોસો નથી મૂકી શકતો એ માણસ પોતે જ ડરતો રહેતો હોય છે. ભરોસો તૂટવાના ભયથી તમે જો કોઈ પર ભરોસો મૂકતા ડરતા હો તો સમજવું કે તમને તમારી જાત ઉપર જ ભરોસો નથી. 

          એક માણસ ખરાબ મળી જાય તેનો મતલબ એવો નથી કે આખી દુનિયા ખરાબ છે. આખી દુનિયાને પહેલેથી જ ખરાબ સમજી લેશો તો તમને ક્યારેય કોઈ સારો માણસ નહીં મળે. એક માણસ સાથે તેના એક મિત્રએ દગો કર્યો. આ માણસે પછી સરસ વાત કરી કે મારી સાથે દગો થયો તેમાં વાંક એનો નથી. વાંક મારો છે. મેં મિત્રની પસંદગીમાં ભૂલ કરી. એ મિત્ર હતો જ નહીં. મિત્ર હોય તો એ આવું કરે જ નહીં. એક ખરાબ અનુભવ થાય ત્યારે આપણે અગાઉ થયેલા સો સારા અનુભવ ભૂલી જતાં હોઈએ છીએ. ભરોસો મૂકતા જરાય અચકાવ નહીં. માણસનો માણસ ઉપરનો ભરોસો જ માણસને સારો બનાવી રાખે છે.‘

છેલ્લો સીન: 
આપણાથી વધારે તાકાતવાનના આપણે ભક્ત બની જઈએ છીએ અને ઓછી તાકાતવાળા સાથે યમરાજ જેવું વર્તન કરીએ છીએ. - બંગાળી કહેવત 

Friday 28 February 2014

સંબંધો હવે એસએમએસથી ફોરવર્ડ કરી દેવાય છે


સમય સાથે સંબંધોના દરેક સ્વરૂપમાં પરિવર્તન આવે છે. સમય ગતિશીલ છે અને પરિવર્તનશીલ પણ છે. ઘડિયાળનાં સ્વરૂપો પણ સમય સાથે બદલાયાં છે. દીવાલ પર ટીંગાડાતું લોલકવાળું ઘડિયાળ હવે ડિજિટલ થઈ ગયું છે. મહાત્મા ગાંધીજી રાખતા હતા તેવું દોરીવાળું ઘડિયાળ હવે લેટેસ્ટ ફેશન બની ગયું છે. કાંડે બાંધેલી ઘડિયાળ એકસાથે ત્રણ-ચાર દેશોના સમય આપે છે. સમયના આંકડા હવે મોબાઈલ સ્ક્રીનના એક ખૂણામાં પણ સચવાઈ જાય છે.
સમય સાથે સંબંધો પણ ડિજિટલ બનતા જાય છે. કોઈના તરફથી મળેલો એક એસએમએસ બે-ચાર સોફટ બટન દબાવીને ફોરવર્ડ કરી દેવાય છે. એક મિત્રએ કહ્યું કે, સંબંધો પણ હવે કેટલી સહજતાથી ફોરવર્ડ કરી દેવાય છે. દોસ્તીની શાયરીઓ સાથેના શોર્ટ મેસેજીસ મિત્રવર્તુળોમાં ફરતા રહે છે. એક વ્યક્તિએ મોકલેલો એસએમએસ ઘણી વખત આઠ-દશ કે વીસ-પચીસ મોબાઈલમાં ફરીને પાછો આવે છે. સંબંધોનું ચક્ર પણ જાણે ઘડિયાળના કાંટાની જેમ સંબંધો માટે ફરતું રહે છે. સંબંધો પણ જાણે શોર્ટ મેસેજ સિસ્ટમની જેમ ટચૂકડા થતા જાય છે. ઘડીયાળ એ જ ગતિથી ફરે છે. ચોવીસ કલાકની ક્ષણોમાં કોઈ ફેર થયો નથી. દિવસો, કલાકો, મિનિટો અને ક્ષણોનું સ્વરૂપ એ જ છે. છતાં આજે માણસ પાસે સમય નથી. યાદ કરો કે, તમે કોઈ મિત્ર, સ્નેહી કે ભાઈ-ભાંડુને છેલ્લે ક્યારે પત્ર લખ્યો હતો ? કાગળ લઈને લખવા બેસીએ તો શબ્દો સૂઝતા નથી. શબ્દભંડોળને સાચવીને બેઠેલી મોટી ડિક્ષનરી લાઈબ્રેરીના કબાટમાં જોવાલાયક ચીજ બની ગઈ છે. અને દિલની ડિક્ષનરીમાં શબ્દો શોધવા પડે છે.
પોસ્ટ કાર્ડનો પનો પણ છ વારની સાડી જેટલો લાંબો લાગે છે. પ્રેમપત્રોની પણ શાયરોની બુક્સમાંથી બેઠી ઉઠાંતરી થાય છે. શબ્દો હવે માત્ર સંભળાય છે, સ્પર્શતા નથી. શબ્દોનું પોત પાતળું પડી ગયું છે. દિલમાં સોંસરવા ઊતરી જાય તેવું માધુર્ય પણ શબ્દોએ ગુમાવ્યું છે. શબ્દો એ જ છે પણ તે માત્ર હોઠમાંથી સરે છે, હૃદયમાંથી નીકળતા નથી. ડાયરીઓ પણ હવે ડિજિટલ થઈ ગઈ છે. શબ્દો હવે ટેરવાં સાથે જકડાયેલી પેનથી ફૂટતા નથી પણ કી-બોર્ડ પર પ્રહારથી કમ્પ્યુટરના પડદા પર પડે છે. પોસ્ટ ઑફિસના રાતા ડબા ખાલી પડ્યા રહે છે અને ઈ-મેઈલ કરતી વખતે ઈમોશન્સ પણ સિલેક્ટ કરીને એટેચ કરી દેવાય છે. હવે આપણે ઈમોશન્સ પણ મફત ડાઉનલોડ કરી આપતી વેબસાઈટ્સ પરથી પસંદ કરીએ છીએ. સંબંધો સાચવવા માટે શબ્દો ચોરવા ન જોઈએ પણ બીજમાંથી ફૂટતી કૂંપળની જેમ દિલમાંથી ઊઠવા જોઈએ. સંબંધો બહુ નાજુક ચીજ છે. આપણે ગાઢ સંબંધો ઈચ્છીએ છીએ પણ ગાઢ આત્મીયતા કોઈને આપતા નથી. સંબંધોનું ઘનઘોર જંગલ દિવસે ને દિવસે પાંખું થતું જાય છે. એક ખાલીપો વધતો રહે છે.
સંબંધો ઝડપથી બંધાય છે અને તીવ્રતાથી તૂટે છે. સંબંધો પૂરા કરવા માટે હવે પત્રો પણ ફાડવા પડતા નથી. કર્સરને ડીલીટના બટન સુધી લઈ જઈને હળવા હાથે કલીક કરવા જેટલી આસાનીથી સંબંધો તૂટે છે. હવે તો સંબંધો તૂટવાની એટલી વેદના પણ ક્યાં રહી છે ? લેટેસ્ટ મોબાઈલ ઈન્સ્ટ્રુમેન્ટમાં તો હવે એક સાથે અનેક લોકોને એસ.એમ.એસ. મોકલી શકવાની વ્યવસ્થા છે. ચાર બટન દાબવાથી ચાલીસ લોકોને સંદેશા મળી જાય છે. સંદેશા મોકલનારને એ પણ યાદ નથી હોતું કે, કોને-કોને મેસેજ ફોરવર્ડ કરાયા છે. અલબત્ત, ગ્રુપ મેસેજિંગ સિસ્ટમથી ઘણી વખત સુખદ અકસ્માતો પણ થતા રહે છે. એક મિત્રની વાત છે. તેના જૂના મિત્ર સાથે ઝઘડો થયો હતો. લાંબા સમયથી બંને વચ્ચે સંપર્કો કપાઈ ગયા હતા. પણ મિત્રનો મોબાઈલ નંબર મોબાઈલમાં સેવ કરેલો હતો. ગ્રુપમાં એસએમએસ આપતી વખતે ભૂલથી આ જૂના મિત્રને પણ એસએમએસ ચાલ્યો ગયો. મારા મિત્રએ આખરે મને યાદ કર્યો, તેમ સમજીને મિત્રએ ફોન કર્યો. બંને વચ્ચેનું અંતર એક અકસ્માતે ઘટાડી દીધું.
સંદેશા વ્યવહારની ટેકનોલોજી બદલતી રહે છે. એમ તો એવી પણ દલીલ થાય છે કે, મોબાઈલ અને ઈ-મેઈલની મદદથી કમ્યુનિકેશન કેટલું ફાસ્ટ થઈ ગયું છે. ઘડીના છઠ્ઠા ભાગમાં વિશ્વના કોઈપણ ખૂણામાં તમે સંદેશો મોકલી શકો છો. એક સમય હતો જ્યારે પત્ર મોકલ્યા બાદ જવાબની રાહ જોવામાં દિવસો પસાર કરવા પડતા હતા. આ વાત પણ સો ટકા સાચી છે. કમ્યુનિકેશન તો પ્રકાશની ગતિ જેટલું ઝડપી થતું જાય છે પણ સંબંધોનું સત્વ ઘટ્ટ થાય છે ખરું ? અમેરિકાના એક વિશ્વપ્રસિદ્ધ મનોચિકિત્સકે હમણાં કહ્યું હતું કે, આજના સમયના માણસની સૌથી મોટી સમસ્યા એ છે કે કોઈ માણસ વ્યક્ત નથી થઈ શકતા. હૃદયને પણ થોડું હળવું રાખવું જોઈએ. જો વ્યક્ત ન થઈ જવાય તો તેનો ભાર હૃદયને ચારે ખૂણેથી દબાવે છે અને હૃદયના દબાણથી ઉઠેલો વલવલાટ ચેન લેવા દેતો નથી. હાર્ટઍટેકની લેટેસ્ટ સારવાર છે પણ વલોવાતા હૃદયનો કોઈ ઈલાજ નથી. હાર્ટની વેનમાં થઈ ગયેલા બ્લોકેજને એક નાનકડું બલૂન છોડી સાફ કરી દેવાય છે પરંતુ હૃદયનો ભાર આંસુઓથી પણ હલકો થતો નથી.
સમયની દોડ સાથે એટલું પણ ન દોડવું જોઈએ કે હાંફી જવાય. સમયને સજીવન રાખવો હોય તો સંબંધોમાં પણ શ્વાસ પૂરવા પડે છે. ફરિયાદ આધુનિક ટેકનોલૉજી સામે નથી પણ ફરિયાદ આધુનિક ટેકનોલૉજીના અતિરેકમાં ઓટ પામતા અહેસાસની સામે છે. સંબંધોમાં સત્વ સતત ઉમેરાતું રહેવું જોઈએ અને REFEEL થવા માટે દરેક સંબંધો FEEL થવા જોઈએ. બગીચામાં ખીલેલાં ફૂલોને જોવાનો જે રોમાંચ છે તે ટેલિવિઝનના સ્ક્રીન પર દેખાતા ફૂલોથી ક્યારેય અનુભવી શકાતો નથી. સંબંધોનું પણ એવું જ છે. જે સંબંધો સીંચાતા નથી, તે સુકાઈ જાય છે. લિયો યુરીસે કહ્યું છે કે, આપણા મિત્રો માટે આપણી પાસે ઘણીવાર સમય હોતો નથી અને દુશ્મની પાછળ આપણે કેટલો બધો સમય વેડફી નાખીએ છીએ ? આપણે આપણા લોકો માટે કેટલો સમય કાઢીએ છીએ ?
સંબંધોનાં અનેક સ્વરૂપ છે. મિત્રો, પતિ, પત્ની, સ્નેહી, સગા કે સ્વજનો સાથેના સંબંધો સતત ધબકતા રહેવા જોઈએ. એ પણ ઉપરછલ્લી રીતે નહીં પણ એકદમ તીવ્રતાથી અને અંદરના ઊંડાણથી. સાચું સુખ સંપત્તિમાં નહીં પણ સંબંધોમાં જ સચવાયું હોય છે. સંબંધો એક ખાબોચિયામાં બંધિયાર ન થવા જોઈએ, એ તો ઝરણાંની જેમ ખળખળ વહેવા જોઈએ. એવું ઝરણું જેમાંથી સુમધુર સંગીત પણ મળે અને તરબતર કરી દે તેવી ભીનાશ પણ. સુખી કરવાની સાચી શક્તિ કોઈ સ્થળ કે સ્થિતિમાં નથી પણ સાચા સંબંધોમાં જ હોય છે. સંબંધોને સુકાવા ન દો. સતત ધબકતા રાખો અને તેનો આહલાદક ધ્વનિ દિલથી માણો.
.

Wednesday 26 February 2014

પ્રેમ, લાગણી અને સંબંધ ઉછીનાં લેવાની જરૂર નથી!

મુમકીન હૈ સફર હો આસાં, અબ સાથ ભી ચલકર દેખેં,
કુછ તુમ ભી બદલ કર દેખો, કુછ હમ ભી બદલ કર દેખેં.
- નિદા ફાઝલી
Written By - કૃષ્ણકાંત ઉનડકટ
તમારામાં બેસ્ટ શું છે, એની ઓળખ તમે મેળવો અને એને જ વળગી રહો. ઝાકીર હુસેન તબલાં છોડીને સિતાર વગાડવા જાય તો એ ક્યારેય સૂરમાં ન વાગે. તમારા વર્તનને તમારું જ રહેવા દો. સુધારાની જરૂર લાગે ત્યારે સુધારો ચોક્કસ કરો પણ એ સુધારો કે વધારો પણ તમારો જ હોવો જોઈએ, કોઈનો ઉછીનો લીધેલો નહીં. યાદ રાખો, સહજતાથી વિરુદ્ધ જઈને ક્યારેય સાર્થક થવાનું નથી. ઓરિજિનાલિટી જ રીઅલ આઈડેન્ટિટી છે
દરેક વ્યક્તિ પાસે એક દિલ છે. દરેક પાસે પોતાની સંવેદનાઓ છે. દરેકની પ્રેમની પોતીકી વ્યાખ્યા છે. દરેક પાસે સ્નેહની સરવાણી છે. પ્રેમ પોતાની રીતે જ પાંગરે છે. લાગણી લાગ જોઇને ફૂટતી નથી. દરેકની રીત નોખી હોય છે. જે નોખું હોય છે એ જ અનોખું હોય છે. ફોટોકોપી ક્યારેય ઓરિજિનલ હોતી નથી. નકલ ક્યારેય અસલ હોતી નથી. દરેકમાં એક ખૂબી હોય છે. તમને તમારી ખૂબીની ખબર અને કદર હોવી જોઇએ. તકલીફ ત્યારે થાય છે જ્યારે આપણે કોઇને જોઈને એના જેવા થવાનો પ્રયત્ન કરીએ છીએ અને એમાં જ આપણે આપણી આઇડેન્ટિટી ગુમાવી દઈએ છીએ.
આઈડેન્ટિટી ક્રાઈસીસ એ આજની સૌથી મોટી ચિંતા છે. તમારી આઈડેન્ટિટી ગુમાવો નહીં, કારણ કે એ તમારી પોતાની છે. બે માણસમાં ફર્ક શું હોય છે? એ જ કે એ એકબીજા જેવા હોતા નથી. એ જ વસ્તુ એકને બીજાથી જુદી પાડે છે. ઈશ્વરે કેમ બધા જ માણસોને એકસરખા બનાવ્યા નથી? કારણ કે કુદરતને કૃત્રિમતા પસંદ નથી. તમે એકસરખા રોબોટ બનાવી શકો, એકસરખા માણસ નહીં. આપણે જ્યારે કોઈના જેવા બનવા જઈએ છીએ ત્યારે આપણે નેચરલ અને નેચર સામે બગાવત કરતાં હોઇએ છીએ. આ એવી બગાવત છે જેનું પરિણામ માત્ર ને માત્ર હાર હોય છે.
ક્વોટેશન, ઉદાહરણ,વાર્તાઓ, આત્મકથાઓ વાંચીને એના જેવા થવાનું નથી. માત્ર એનો સાર સમજી એને અનુસરવાનું હોય છે. અનુકરણ કરવાનું નથી. અનુવાદ અને ભાવાનુવાદ જેવી આ વાત છે. જિંદગીનું પણ એવું જ છે. તમારી જિંદગી તમારી રીતે જીવો. કોઈ કેવું જીવે છે, કોઈ કેમ રહે છે, કોઈ કેમ વિચારે છે અને કોઇ શું કહે છે એની ચિંતા ન કરો, એના જેવા થવાનો પ્રયાસ પણ ન કરો, કોઇના જેવા થવા જશો તો તમે તમારી જેવા પણ નહીં રહો.
બે કપલ બાજુ બાજુનાં ઘરમાં રહેતાં હતાં. બંને પતિ-પત્ની પોતાની જિંદગીમાં ખુશ હતાં. એક પત્ની તેની બાજુના કપલને જોતી રહેતી. એ બંને કેવી રીતે રહે છે, કેમ જીવે છે, કોણ, કોનું કેવી રીતે ધ્યાન રાખે છે એનાથી માંડી એ પોતાના પતિને ચા કેવી રીતે આપે છે તેનું પણ અનુકરણ કરતી. ધીમે ધીમે એનામાં કૃત્રિમતા આવતી જતી હતી. એ જે કરતી હતી એ નેચરલ ન હતું. જોઇને અને શીખીને એ બધું કરતી હતી. એક દિવસ તેણે પતિને પૂછયું કે હું જે રીતે બધું કરું છું એ તમને ગમે છેને ? પતિએ બહુ પ્રેમથી કહ્યું કે તું જે કરે છે એની પાછળની ભાવના ખરાબ નથી પણ તું જે કરે છે એ રીત બરાબર નથી. એટલા માટે કે એ રીત તારી નથી. એ બાજુવાળી સ્ત્રીની રીત છે. એ પણ ખરાબ નથી, એ એની રીતે સાચી અને સારી છે પણ તારી રીત સાચી નથી. તું જેમ રહેતી હતી એમ જ રહે. તારામાં જે ખૂબી હતી એ ગાયબ થઈ ગઈ છે. મને તો તું નેચરલ જ જોઇએ છે. તું મને પ્રેમ કર પણ તારી રીતે, કોઈની રીતે નહીં, તારી રીત શ્રેષ્ઠ છે, સાત્ત્વિક છે અને સહજ છે. ચા ટ્રેમાં ન આપ. તું ચા હાથોહાથ જ આપતી હતી. તને ખબર છે તારા હાથમાંથી કપ-રકાબી લેતી વખતે તારા હાથનો સ્પર્શ મને રોમાંચિત કરતો હતો. તું જેવી છે એવી રહે, કારણ કે તું બેસ્ટ છે. તારા જેવું કોઇ છે જ નહીં તો પછી તું બીજા જેવા થવાનો પ્રયત્ન શા માટે કરે છે?
તમે ચેક કરતાં રહેજો, તમે કંઈ અનુકરણ તો કરતાં નથીને? હા, ફેશન, ટ્રેન્ડસ અને લાઈફસ્ટાઈલ ચેન્જ થતી રહે છે. ફેશન અપનાવીએ એમાં કંઈ વાંધો નથી પણ સ્ટાઈલ તો તમારી પોતાની જ રહેવી જોઇએ. જિંદગી વિશે અસંખ્ય ક્વોટેશન અપાયાં છે પણ તમારી જિંદગીનું ક્વોટેશન તમે જ ઘડી શકો. હજારો મહાન લોકોની આત્મકથાઓ છે પણ તમે એ વાંચીને એની રીતે ન જીવી શકો. કોઇ મહાન માણસે એની મુશ્કેલીનો સામનો કર્યો હોય તો એમાંથી એટલી જ પ્રેરણા લેવાની રહે કે કોઈ પણ સંજોગોમાં હિંમત હારવી નહીં. એણે જે રીતે સામનો કર્યો હોય એ રીતે નહીં પણ તમને જે ફાવે અને તમને જે સૂઝે એ રીતે સામનો કરવો જોઈએ. આપણે બીજાની જેમ અને બીજા જેવડો જંપ પણ મારી શકતા નથી તો પછી બીજાની જેમ જીવી કેવી રીતે શકીએ.
તમારામાં બેસ્ટ શું છે, એની ઓળખ તમે મેળવો અને એને જ વળગી રહો. ઝાકીર હુસેન તબલાં છોડીને સિતાર વગાડવા જાય તો એ ક્યારેય સૂરમાં ન વાગે. તમારા વર્તનને તમારું જ રહેવા દો. સુધારાની જરૂર લાગે ત્યારે સુધારો ચોક્કસ કરો પણ એ સુધારો કે વધારો પણ તમારો જ હોવો જોઈએ, કોઇનો ઉછીનો લીધેલો નહીં. યાદ રાખો, સહજતાથી વિરુદ્ધ જઈને ક્યારેય સાર્થક થવાનું નથી. ઓરિજિનાલિટી જ રીઅલ આઈડેન્ટિટી છે. ગાંધીજીએ ક્યારેય કહ્યું ન હતું કે હું ગાંધીવાદી છું. તમે જેવા છો એવા જ થાવ તો જ તમારા જેવું કોઈ નહીં થાય.
બુદ્ધના પરમ શિષ્યનું નામ આનંદ હતું. આનંદ પણ બુદ્ધને પ્રિય હતા. આનંદ પણ બુદ્ધની જેમ જ સાધના કરતા. આનંદની એક જ ખ્વાહિશ હતી કે હું બુદ્ધ જેવો થાઉં. આનંદ બુદ્ધ જેટલી જ અને ક્યારેક તો બુદ્ધ કરતાં પણ વધુ સાધના કરતા હતા પણ તેની સાધના સિદ્ધ થતી ન હતી. આનંદને સાક્ષાત્કાર થતો ન હતો. આનંદને હંમેશાં થતું કે હજુ મોક્ષ થતો નથી, હજુ કંઇક ખૂટે છે. ખૂબ પ્રયત્નો કર્યા છતાં આનંદને સાક્ષાત્કાર થતો ન હતો. આખરે એક દિવસ આનંદે બુદ્ધને જ પૂછી લીધું કે સ્વામી, મારો મોક્ષ કેમ નથી થતો? મને સાક્ષાત્કાર કેમ થતો નથી? બુદ્ધ આ સવાલની જ રાહ જોતા હતા. બુદ્ધે કહ્યું કે આનંદ, તું શ્રેષ્ઠ છે, તું માત્ર એટલું યાદ રાખ કે તારે બુદ્ધ થવાનું નથી, તારે તો આનંદ થવાનું છે. બસ, એ ઘડીએ આનંદને સાક્ષાત્કાર થઈ ગયો, કારણ કે એ આનંદ થઈ ગયા હતા.
પિતા ગમે એવા સારા, આદર્શવાદી અને ઉમદા હોય તો પણ પુત્ર એના જેવો થઈ ન શકે. કોઈ પિતાએ પણ પોતાના પુત્રને એના જેવા બનાવવાનો પ્રયત્ન ન કરવો જોઇએ. પુત્ર કે પુત્રીને એના જેવા બનવા દો. કદાચ એ તમારા જેવા ન થઈ શકે પણ તમારાથી સારા ચોક્કસ થઈ શકે. આપણે બાળક નાનું હોય ત્યારથી તેને એવું જ ઠસાવવાનો પ્રયાસ કરીએ છીએ કે તારે આના જેવા બનવાનું છે. મોટા ભાગે ભણી ગણીને હોશિયાર થયા હોય, સારા પર્સન્ટેજ લાવ્યા હોય, વધુ રૂપિયા કમાતા હોય કે ઊંચા હોદ્દા પર હોય એના જેવા બનવાનું આપણે કહેતાં રહીએ છીએ. કેટલાં મા-બાપ પોતાનાં સંતાનોને એવું કહે છે કે તું તારા જેવો બનજે, મારા કે બીજા કોઈના જેવો નહીં!
માણસ આખી દુનિયાને ઓળખવાના પ્રયાસમાં ઘણી વખત પોતાની ઓળખ જ ગુમાવી દે છે. તમારે પહેલાં તમને ઓળખવાના છે. હા, કોઈ આદર્શ હોઈ શકે પણ તેનું હન્ડ્રેડ પર્સન્ટ અનુકરણ જરૂરી નથી. એ જ્યાં પહોંચ્યા છે ત્યાં મારે પહોંચવું છે એ નક્કી કરવામાં કંઈ ખોટું નથી પણ ત્યાં પહોંચવાની રીત તમારી હોવી જોઇએ. કોઇના વિચારોને પણ તમારા વિચારો ઉપર હાવી થવા ન દો, કારણ કે તમારી પાસે જે વિચારો છે એવા કદાચ કોઈની પાસે નહીં હોય. સંકલ્પ કરો કે આઈ વોન્ટ ટુ બી મી. મારે મારા જેવું જ બનવું છે. શ્રેષ્ઠ થવાનો આ બેસ્ટ વિકલ્પ છે. 
છેલ્લો સીનઃ ઈશ્વર આપણા પક્ષે છે કે નહીં તેની ચિંતા ન કરશો, પણ આપણે ઈશ્વરના પક્ષે છીએ કે નહીં તેનો વિચાર કરતા રહેજો.
- અબ્રાહમ લિંકન

Thursday 13 February 2014

What are The Origins of Valentine's Day?

All of us have someone special in our lives. Whether it is a significant other, friends, or family, we all have someone, often many people, whom we love. But how often do we remember to really express the love we feel for these people? Good thing there’s a whole day devoted to love, so, at least once a year, we get the chance to tell these people how much we love and appreciate our relationships with them. That day of course is Valentine’s Day. A day for romance and splurging on gifts such as flowers, chocolates, jewelry, and those cute little teddy bears with the fluffy hearts reading “Be Mine.” Valentine’s Day in the U.S. has also become a day when merchandisers can count on making a few quick bucks, leading most to believe that this horrifically commercialized holiday was invented by the candy, jewelry, and card companies. On the contrary, there is actually a fascinating history behind Valentine’s Day, which I will tell you about today, along with some insight to how some different countries celebrate this day of love.here, the full story of the saint Valentine.

St. Valentine's Story
Let me introduce myself. My name is Valentine. I lived in Rome during the third century. That was long, long ago! At that time, Rome was ruled by an emperor named Claudius. I didn't like Emperor Claudius, and I wasn't the only one! A lot of people shared my feelings.
Claudius wanted to have a big army. He expected men to volunteer to join. Many men just did not want to fight in wars. They did not want to leave their wives and families. As you might have guessed, not many men signed up. This made Claudius furious. So what happened? He had a crazy idea. He thought that if men were not married, they would not mind joining the army. So Claudius decided not to allow any more marriages. Young people thought his new law was cruel. I thought it was preposterous! I certainly wasn't going to support that law!
Did I mention that I was a priest? One of my favorite activities was to marry couples. Even after Emperor Claudius passed his law, I kept on performing marriage ceremonies -- secretly, of course. It was really quite exciting. Imagine a small candlelit room with only the bride and groom and myself. We would whisper the words of the ceremony, listening all the while for the steps of soldiers.
One night, we did hear footsteps. It was scary! Thank goodness the couple I was marrying escaped in time. I was caught. (Not quite as light on my feet as I used to be, I guess.) I was thrown in jail and told that my punishment was death.
I tried to stay cheerful. And do you know what? Wonderful things happened. Many young people came to the jail to visit me. They threw flowers and notes up to my window. They wanted me to know that they, too, believed in love.
One of these young people was the daughter of the prison guard. Her father allowed her to visit me in the cell. Sometimes we would sit and talk for hours. She helped me to keep my spirits up. She agreed that I did the right thing by ignoring the Emperor and going ahead with the secret marriages. On the day I was to die, I left my friend a little note thanking her for her friendship and loyalty. I signed it, "Love from your Valentine."
I believe that note started the custom of exchanging love messages on Valentine's Day. It was written on the day I died, February 14, 269 A.D. Now, every year on this day, people remember. But most importantly, they think about love and friendship. And when they think of Emperor Claudius, they remember how he tried to stand in the way of love, and they laugh -- because they know that love can't be beaten!

May love blossom in everybody’s life Valentine day greetings from my side to all ...

Sunday 9 February 2014

How to make your girlfriend happy on Valentine’s Day?

Valentine’s Day could be described as a memorable day in the life of all lovers where everyone wants to decorate this day in the most memorable manner. Everyone tried to mould this day in the most happiest and romantic manner. It is said that lord cupid shows some special magic on this day and many of the couples even unite on this day. Some of them even call it as lover’s day or proposal day. Bouquets shops are often loaded with orders and almost every telecommunication company earns handsomely on this day.

So what is the best thing that will help?

Gifts are always better than any other medium to impress your girl. Now the question arises what could be the best possible gift? A simple question with too complicated answer! The best option is no doubt diamonds if you are not bounded by any tight budget. Diamonds win even the toughest women’s heart, as said by some experienced people. A good neck piece or a diamond ring is the dream gift for any female and if you could gift those then surely she is going to be overwhelmed.

Surprised by surprises!

So plan a romantic date in the most fairy tale manner. A day full of surprises starting from a Victoria ride, flowing to the reddest boutique and ending with a champagne candle light dinner is something that will not only bring happiness on the face of your girl friend
On this day but will bring the widest smile whenever she will think of this day.
Roses are red, tulips are blue,
Oh my girl! Beds of beautiful flowers are just for you!
So flowers can really create wonders! Yes! If you really want to see her happy then never fail to add flower to your plan as flowers speaks your love to your beloved. Flowers have always occupied a special place in all kind of emotions and love is said incomplete without it. So show your love and make your girl friend happy with the loveliest flowers you could afford.

Messages or love quoted letters

Words expressed via written media is always more appealing than any other ways. You could see the inner happiness on her face when she reads each word written by you. Romance will be in air with the most widened smile.Though happiness knows no monetary or emotional bar and happiness could be achieved by your every act. A long walk with her hand in yours or a long drive can also fulfill your dream of bringing happiness to your girl’s face.


So stay in the trap of magical love enjoy every moment! Love is in the air!